Ticker

6/recent/ticker-posts

માનવ વિકાસ સૂચકાંક - Human Development Index (HDI)

Image Source: https://www.boomlive.in/

માનવ વિકાસ સૂચકાંક (HDI) એ એક આંક છે, જેનો ઉપયોગ વિશ્વના દેશોને 'માનવ વિકાસ' ના આધાર પર આંકવા માટે થાય છે. આ સૂચકાંકથી એ વાતનો ખ્યાલ આવે છે કે જે તે દેશ વિકસિત છે, વિકાસશીલ છે, કે અવિકસિત છે. માનવ વિકાસ સૂચકાંક એ ભારતીય અર્થશાસ્ત્રી નોબલ વિજેતા ડૉ. અમર્ત્ય સેન તથા પાકિસ્તાની અર્થશાસ્ત્રી મહબૂબ-ઉલ-હક દ્વારા ઘડવામાં આવ્યો હતો, જેને યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા તેમના રિપોર્ટમાં દર વર્ષે પ્રકાશિત કરવામાં આવે છે.

આ આંકની ગણતરીમાં દરેક દેશના સામાજિક અને આર્થિક પાસાઓને ધ્યાનમાં લેવાય છે, જે દરેક દેશના નાગરિકોના સ્વાસ્થ્ય પર, તેમના શિક્ષણ પર અને તેમની રહેણીકરણીના સ્તર પર આધાર રાખે છે.

માનવ વિકાસ સૂચકાંકની ગણતરી 

HDI ની ગણતરી માટે દરેક દેશના ત્રણ પાસાઓને ધ્યાનમાં લેવાય છે:

  1. શિક્ષણ: બાળકોએ શાળામાં જવાના સરેરાશ વર્ષ અને બાળકોએ શાળામાં જવાના અપેક્ષિત વર્ષને ધ્યાનમાં લેવાય છે. 
  2. અપેક્ષિત આયુષ્ય: જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય. 
  3. જીવનધોરણ: આમાં આવકનો સૂચકાંક, માથાદીઠ આવક, માથાદીઠ દૈનિક કેલરી, આરોગ્ય સેવા, બાળમૃત્યુદર વગેરે ધ્યાનમાં લેવાય છે. 
HDI નું મૂલ્ય

માનવ વિકાસ સૂચકાંકનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોય છે. જે દેશનો આંક 0 ની નજીક હોય તેમ તે ઓછો વિકસિત ગણાય તથા HDI માં તેને નીચો ક્રમ મળે છે. જ્યારે જે દેશનો આંક 1 ની નજીક હોય તેમ તે વધુ વિકસિત ગણાય અને તેને HDI માં ઊંચો ક્રમ મળે છે. 

HDI Index 2020 માં ભારતને 189 દેશોમાંથી 131 મું સ્થાન મળ્યું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

disawar satta king